Good to Read.

એકઝામ સે ડર નહિ લગતા સા’બ, ઉસ કી પઢાઈ સે ડર લગતા હૈ!
એકઝામ એટલી અઘરી નથી હોતી, જેટલો છેલ્લી ઘડીએ વધતો જતો એનો ડર જીરવવો અઘરો લાગે છે. દર વરસે આ ભય કુમળા ટીનએજર્સમાંથી કોઈને કોઈનો બલિ લઈ લે છે. અને પરીક્ષા જ શા માટે? જિંદગીના હર એક વળાંકે દરેક વ્યક્તિ ભયભીત થતી રહે છે. સફળતા કે સુખનો પીછો કરવામાં જરાક ગતિ ઓછી પડે તો હતાશ ડર ઘેરી વળે છે. ડરના જરૃરી હૈ (સાવચેતી માટે) કે ડરના મના હૈ (સંગ્રામ માટે) એ નક્કી થઈ શકતું નથી.
અને એ માટે પરીક્ષામાં પુછાતા રાસાયણિક પૃથક્કરણને બદલે રિયલાસ્ટિક રીતે ફીઅર એનાલિસીસ કરી લઈએ. યાદ રાખજો યારો, જે બાબત વિષે પુરૃં જાણી લઈએ, એનાથી ખાસ ભયભીત થઈ શકાતું નથી. રાતના અંધારામાં બિહામણું લાગતું વૃક્ષ, દિવસના અજવાળે ઠુંઠા જેવું લાગે છે. છાતીમાં અચાનક ઉપડેલો દુખાવો નિષ્ણાંત ડોકટરને મસલ પેઈનનો જ છે, એ ખબર પડી જતાં ટેન્શનનો પરસેવો વળતો નથી. માટે ડરને બીવડાવવાનો રામબાણ ઈલાજ એનાથી ભાગીને સંતાઈ જવાને બદલે એમાં પ્રવેશ કરી સચ્ચાઈ જાણવાનો છે.
એકચ્યુઅલી, બીકનો મતલબ એ નથી કે આપણે આપણી સીસ્ટમ શટ ડાઉન કરીને ભાગી છૂટીએ. બીક લાગવાનો કુદરતી હેતુ એ છે કે આપણે વધુ ‘એલર્ટ’ બનીને, નસેનસને કસીને, વધુ સાવધ રહી ઝાઝી તૈયારી કરીને મુકાબલો કરવા મજબૂત બનીએ! હિંમત એટલે ”કદી હું તો ડરૃ જ નહી” વાળી ફાંકાફોજદારી નહિ. ભયનો અભાવ નહિ, હિંમત, બહાદૂરી એટલે બહારથી જે ડર સતાવતો હોય એની સામે અંદરથી બધી શક્તિ એકઠી કરીને ઝઝૂમવાનો સંકલ્પ અને સક્રિયતા! કરેજ એટલે આપણને પજવતા ડરથી પણ કશું વધુ મહત્વપૂર્ણ મેળવવાનું છે, એની સમજણ. આંબે લટકતી મધુરી કેરી તોડવી હોય તો ઝાડ પરથી પડવાનો ભય લાગે પણ કેરી સામે એ વસૂલ ગણાય એમ માની ઉપર ચડવાનું થાય! કોઈ માધુરી કામિનીને પ્રપોઝ કરવામાં એના ગુસ્સાનો ડર લાગે, પણ એ ડર કરતાં એને પામવાના સપનાનું સુખ વધુ કિમતી ગણાય. એથ્લેટને ઈજાની બીક તો રહે, પણ એના કરતા જીતવાનો જુસ્સો વધુ તાકાત આપે. જોયબેલ નામની લેખિકાએ લખેલું કે ‘ડર તો પુરાવો છે, કે કશીક ચીજ વધુ કિંમતી છે’. જી હા, સોનાનાં ઈયરિંગ જ ખોવાઈ જવાની ધાસ્તી રહે છે, પ્લાસ્ટીકનાની નહિ! ખીણ ને અભેદ દિવાલો હોય એવા કિલ્લામાં જ ખજાનો હોય અને એ મેળવવા કરેલા સાહસની જ કદર થાય અને તો જ એ માટે મહેનત કરવાની થ્રિલ મળે!

 

More on: http://gujaratsamachar.com/index.php/articles/display_article/spectrometer7499