દિવાળીના દસ ફેસ્ટિવ ફન્ડાઝ અને મેસેજ મંત્રાઝ!

દિવાળી સાથે મોટી ગરબડ એ થતી જાય છે કે વરસે વરસે એના સેલિબ્રેશનનું રૃપાંતર સતત એન્ટરટેઈનમેન્ટમાં થતું જાય છે

ઉત્સવોને આપણે મોટા ભાગે મનોરંજનમાં ફેરવી નાખ્યા છે. ધેર ઈઝ ડિફરન્સ બિટ્વિન સેલિબ્રેશન ઓફ ફેસ્ટિવલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ઓફ ફેસ્ટિવલ્સ. ઉત્સવ, સેલિબ્રેશન એક એવી અવસ્થા છે, જેમાં ખુદ એક્ટિવ બનવાનું હોય છે. કોઈક આનંદ, ખુશી, મજા વ્યક્ત કરવાની હોય છે. કોઈક પ્રવૃત્તિ કરવાની હોય છે.
જ્યારે એન્ટરટેઈનમેન્ટ પેસિવ ઘટના છે. જેમાં ફક્ત બીજાની પ્રવૃત્તિના સાક્ષી બનવાનું, અને એમની પ્રવૃત્તિઓ જોઈ-અનુભવીને રાજી થવાનું હોય છે! સે, ફોર એક્ઝામ્પલ, ફટાકડા ફોડવા જાતે ખરીદીને, ઉભા થઈને એ એક્ટિવ સેલિબ્રેશન થયું અને ફટાકડા બીજાઓને ફોડતા જોવા-સાંભળવા એ પેસિવ એન્ટરટેઈનમેન્ટ થયું!
કમનસીબે, દિવાળી સાથે મોટી ગરબડ એ થતી જાય છે કે વરસે વરસે એના સેલિબ્રેશનનું રૃપાંતર સતત એન્ટરટેઈનમેન્ટમાં થતું જાય છે. પહેલા દિવાળી પર રંગોળી હાથે ઉજાગરામાં ઉમળકો ભેળવીને કરવામાં આવતી. હવે રેડીમેઈડ રંગોળી કે સ્ટિકર્સ કે ડિઝાઈન પ્રિન્ટસ ખરીદવામાં આવે છે! પહેલા મમ્મીઓ, ભાભીઓ, બહેનો જાતે ઘરમાં અવનવી મીઠાઈઓ બનાવતી, અને પછી હોંશે હોંશે બહારના મહેમાનો એ ચાખે, એ એક્ઝામની પ્રતીક્ષા કરતી. વાહવાહી કે વધુ ખાવાની માંગણી ‘થર્ડ પાર્ટી’ તરફથી થાય – એ એમાં હાઈ પર્સેન્ટાઈલ રેન્ક સાથે ટોપ કર્યાનું રિઝલ્ટ લાગતું!

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/anavrut9825

Advertisements

Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s