Home » MIX » બંદે મેં થા દમ !

બંદે મેં થા દમ !

Blog Stats

  • 22,964 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 54 other followers

બંદે મેં થા દમ !

બાપુને ધિક્કારતા હો તો જરાક આટલું વાંચીને વિચારજો !

સંસ્કૃતની આખી ભગવદ્ગીતા ‘અનાસક્તિયોગ’ના નામે ગુજરાતીમાં ઉતારનાર ગાંધીએ એ જીવી બતાવી હતી
tributes_to_mahatma_gandhi_by_delawerswiss-d5tvsfhભારતની આઝાદીની લડત વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કરીને આવેલા. ભારતમાં ફરી અંતે અસહકારની અહિંસક ચળવળ ઉપાડી એમાં ગોરખપુર (ઉત્તર પ્રદેશ)ના ચોરી ચૌરા ગામે આઝાદી માટે ગાંધીજીના કહેવાથી ઉત્સાહમાં આવેલા ટોળા પર અંગ્રેજોના ઇશારે કે ભયભીત થઇને પોલિસે આક્રમક વલણ રાખ્યું ચારેક લાશો પણ પડી. લોકો ઉશ્કેરાયા અને પોલીસ સ્ટેશનનો વળતા દિવસોમાં ઘેરાવ કર્યો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા જલાવી દીધા ! આજે ય સનસનાટી બોલી જાય તો ત્યારે ગુલામ ભારતમાં તો ક્રાંતિકારીઓનું આ ભૂતપૂર્વ પગલું હતું ! કોઇ પણ સામાન્ય નેતા મનોમન પોતાની આ સફળતાથી ખુશ થાય અને જોરમાં આવી સરકારને સ્વરાજના હક્ક માટે પડકારો કરે.
પણ ગાંધી દુખી થયો એણે કહ્યું કે ‘આ નેતા તરીકે મારી નિષ્ફળતા કહેવાય કે મારી અહિંસક લડત હિંસામાં પલટાઇ ગઇ. પોલીસે અત્યાચાર કરેલા એ હકીકત છે, પણ એની સામે આવો પ્રતિભાવ ના આપીને જ શાંતિ અને મૌનથી લડવાનું હતું. જેથી માનસિક દબાણ ઉભું થાય ને કોણ ખોટું છે, એ સ્પષ્ટ દેખાય ! ભલે મને કોઇ ઘટનાની ખબર નથી, ભલે મેં એ કોઇ રીતે કર્યું કે કરાવ્યું નથી, પણ મારૃ આંદોલન આ માર્ગે આગળ ના વધવું જોઇએ !’
ગાંધીએ પોતાની જવાબદારી સમજી ઉપવાસ કર્યા અને જાતને અંગ્રેજોને હવાલે સોંપી દીધી. કોઇને પણ કોઇ જાતના તોફાનો ના કરવાની સૂચના સાથે ! છ વર્ષની એમને સજા થઇ, જો કે બે વર્ષમાં એમનો છુટકારો થયો પણ એટલી જેલ એમણે ભોગવી. લોકોનો આ પાર યા પેલે પારનો મૂડ હોવા છતાં પણ એમણે વર્ષો સુધી આખી લડત સંકેલી લીધી, અને એમ કહ્યું કે, ”આ તો ભભૂકતો જ્વાળામુખી છે આપણા દેશમાં અરાજકતાનો અને એના પર નક્કર પથ્થર ના ગોઠવાય ત્યાં સુધી સામુહિક ચળવળ માટે હું ટોળા એકઠા નહિ કરું ! હું પહેલા મારી લડત અને એના સિદ્ધાંતો માટે તાલીમ આપીશ, યોગ્ય વ્યક્તિઓ શોધીશ અને એને ફક્ત આઝાદીના અધિકારની લડાઇ બનાવવાને બદલે સમાજની પ્રગતિશીલતા ખાતર પરિવર્તન કરીશ.”
અને ગાંધીજીએ વ્યસનમુક્તિ, અસ્પૃશ્યતાનિવારણ, વિધવાવિવાહ, વ્યસનમૂક્તિ, જોડણીસુધાર, અંધશ્રદ્ધાનિવારણ, મજૂર- ખેડૂતોની તકલીફો, બુનિયાદી શિક્ષણ, ખાદી જેવા અનેક મોરચે અથાક કામગીરી કરી અને એ કક્ષા પ્રાપ્ત કરી લોબીઇંગ વિના આજે ય જગતભરમાં જાણીતા અને મંડેલાથી ઓબામા જેવાઓના આદર્શ તો બન્યા જ પણ એકલે હાથે આખી સરહદ પર શાંતિ સ્થાપી શકે એટલી હદે લોકપ્રભાવક પણ બન્યા.

આગળ વાંચો

Advertisements
%d bloggers like this: