Home » MIX » geNext અને ગાંધીબાપુ : ‘મહાત્મા’ બ્રાન્ડનું નવનિર્માણ !

geNext અને ગાંધીબાપુ : ‘મહાત્મા’ બ્રાન્ડનું નવનિર્માણ !

Blog Stats

  • 19,728 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

Less Known Thoughts of M.K.Gandhi

planetJV

‘‘ગાંધીવાદ જેવી કોઇ વસ્તુ છે જ નહિ, અને મારે મારી પાછળ કંઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કંઈ નવું તત્વ કે સિદ્ધાંત શોધી કાઢયો છે, એવો મારો દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે, તેને આપણા નિત્યના જીવન અને પ્રશ્નને લાગુ પાડવા મારી ઢબે પ્રયાસ કર્યો છે… એમ કરવામાં મેં કેટલીક વાર ભૂલો કરી છે, અને એ ભૂલોમાંથી હું શીખ્યો છું. હું સ્વભાવથી સત્યવાદી હતો, પણ અહિંસક નહોતો. એક જૈન મુનિએ એક વાર સાચું જ કહેલું કે સત્યને ખાતર અહિંસાને જતી કરવી પડે તો હું કરી શકું તેવો છું.

ગાંધીવાદ અથવા ગાંધીવિચાર શું છે, એ હું પોતે જ જાણતો નથી. નકશા વિનાના સમુદ્રમાં હું હંકારી રહ્યો છું. મારે તો વારંવાર પાણીના ઉછાળ તપાસીને આગળ હંકારવું પડે છે.

મારી સલાહની બાબતમાં એક છૂટવા બારી હંમેશા હોય છે, અને તે એ કે મારી સલાહ જેની બુદ્ધિ તેમ જ અંતઃકરણને ન બેસે તેણે અનુસરવાની જરૂર નથી. જેને પ્રમાણિકપણે અંતરમાંથી સાદ…

View original post 1,774 more words

%d bloggers like this: