May the force be with you -episode 1- નો હોપ થી ન્યુ હોપ સુધી

STAR WARS May the force be with you -episode 1

Mount Meghdoot

“આ સૃષ્ટિમાં ચેતન રાખનાર એક તત્વ છે, એક બળ છે જે હંમેશા માનવીને ચાલતો રાખે છે, જીવિત રાખે છે.દરેક જીવન/લાઈફ આ બળને જ આભારી છે.આ બળ જ એને વધુ તાકતવર બનવા તરફ લઇ જાય છે.એની બે બાજુ છે.એક સારી.એક ખરાબ.એક અજવાસભરી, એક ઘોર અંધારી,ડાર્ક.”

કશું જાણીતું લાગે છે આ વાક્ય? ક્યાંક વાંચ્યું હોય, સાંભળ્યું હોય એવું,નહિ? આ આપણા ભારતીય ઉપનીષદોનો અર્ક છે. છાંદોગ્યપનિષદનો સાર ઉપરના વાક્યમાં છે. પણ,આજે વાત છે કંઇક જુદી. એક સર્જકની અને એની રચેલી કલ્પનાતીત માયાની. ના,આજે ‘અવતાર’ની વાત નથી. પણ હા,જેમ્સ કેમરૂનને ‘અવતાર’ બનાવવા માટે મળેલી પ્રેરણા જેના પર આધારિત હતી એ ફિલ્મ સીરીઝ,કે જેણે એનીમેશન,વિઝ્યુઅલ ઈફેક્ટસ અને મુવી મેકિંગના તમામ બેન્ચમાર્કને એવરેસ્ટ શિખર પર લઈને મૂકી દીધા, એ સીરીઝ જેણે ફરીવાર મહાકાવ્યોમાં સામાન્ય જનને તરબોળ કરી મુક્યા અને ‘ગેલેક્સી’, ‘સ્ટાર્સ’, ‘સ્પેસ શિપ્સ’ એવા એવા શબ્દોની ટર્મીનોલોજી સ્થાપિત કરી. યેસ્સ, વાત થાય છે દુનિયાભરમાં આજે પણ અજેય ગણાતા એનીમેશન સ્ટુડીઓ અને એના સ્થાપકની, વાત થાય છે…

View original post 1,214 more words