23 April – World Book Day

આજનો સંકલ્પ : વાંચો ,વંચાવો અને વાંચનને વહેચો …..!!!!! હમણાં જ ૧લી મેં થી અમદાવાદના આંગણે પુસ્તકમેળો શરુ થશે . આ લખનાર એનો નિયમીત મુલાકાતી છે અને મૂળે પત્રકારજીવ હોવાથી ખરેખર આવા પુસ્તકમેળાઓ કેટલા લાભદાયી છે એનું સત્તત નિરીક્ષણ અને સર્વેક્ષણ કરતા રહેવાની ટેવ છે. મોટાભાગે ‘ લખપતિ કેમ બનશો ?’ થી લઈને ‘ સાચું […]

via આજનો સંકલ્પ : વાંચો ,વંચાવો અને વાંચનને વહેચો …..!!!!! — રઝળપાટ

Anyone who says they have only one life to live must not know how to read a book.

– Unknown

એ બે પૂંઠાની વચ્ચેથી, એના પાનાંમાંથી વહેતી એક આખી નવી દુનિયા, નવી લાઈફ ઊભરી આવે છે ! રામની પીડા, કૃષ્ણનું હાસ્ય, રોમિયોનો પ્રેમ, એલક્ઝન્ડરની તલવાર, ચાણક્યની નીતિ વખતે આપણે નહોતા. પણ આ પાનાં અને એના પર લખાયેલા શબ્દો એ વિશ્વોમાં ખેંચી લઈ જાય છે આપણને ! હેરી પોટરની છડીના મિરેકલ અને શેરલોક હોમ્સની પાઇપની સુગંધ એ શબ્દોમાંથી આવતી રહે છે- એ હકીકત નથી છતાંય ! એ પુસ્તકો આપણને એમની પીડા, એમનો પ્રેમ, એમના દુઃખો, એમના આનંદો, એમના દુશ્મનોની વચ્ચે ખડા કરી દે છે અને આ બધું આપણને અંદર સુધી હલાવી મૂકે છે, રડાવી, હસાવી મૂકે છે ! આઇન્સ્ટાઇને એમ જ કહ્યું નથી કે ઇમેજીનેશન ઇઝ મોર ઈમ્પોર્ટન્ટ ધેન ઇન્ટેલિજન્સ. ગુડ બૂકસ લેટ યુ ઈમેજીન ધ વર્લ્ડ. અને એ આ ઇમેજીનેશન માણસની ફિંગરપ્રિન્ટ જેવી હોય છે- દરેકની અલગ, યુનિક, દરેકના પોતાના કલર્સ, પોતાની પેટર્નસ્.
એડમન્ડ વિલ્સન કહે છે એમ: No two persons ever read the same book.
ઓથર જેમ પોતાની ઇમેજીનેશનથી લખે એમ વાચક એને પોતાની ઇમેજીનેશનથી વાંચે. પોતાના અનુભવો, પોતાની લાઈફ, જીવનને જોવાના અને જીવવાના તરીકા, પોતાના ઇમોશન્સ આ બધું વાપરીને વાચક પણ એ બુકને પોતાનામાં ફરી રી-ક્રિએટ કરીને પોતે પોતાનો સર્જક બની જતો હોય છે. અને જેમ લેખક પોતાના સર્જનમાં ખોવાઈ જાય એમ વાચક ય કોઈકવાર જ્યારે પુસ્તકનો છેલ્લો શબ્દ વાંચે ત્યારે એ દુનિયાનો અભાવ એને ખૂંચે. કઈંક છૂટી ગયું હોય એવું લાગે.

“You know you’ve read a good book when you turn the last page and feel a little as if you have lost a friend.”
–Paul Sweeney

પણ પણ પણ. દુનિયામાં મહાન પુસ્તકો છે, સારા પુસ્તકો છે, એવરેજ પુસ્તકો છે, બોરિંગ પુસ્તકો છે અને રદ્દી પુસ્તકો છે. અને મજા એ છે કે આ બધી કેટગરી આપણે જ નક્કી કરવાની છે. ઇટ્સ મોસ્ટલી સબ્જેક્ટિવ. અને એકલા પુસ્તકો ય વાંચ્યા કરવાના નથી. એમાંથી લાઈફ લેસન મળે ય, ન પણ મળે. ઈમોશનલ ગિયર્સ ચાલે, ન પણ ચાલે. પણ એ યાદ રાખવું કે મોટેભાગે તમારી જિંદગી બદલી નાખવાનો મહાન દાવો કરતા પુસ્તકો તમારી જિંદગી ના તમે વાંચેલા સૌથી બિનઅસરકારક પુસ્તકો હશે. અને મેક્સિમ ગોર્કી કહે છે એ હંમેશા યાદ રાખવું:
Keep reading books, but remember that a book is only a book, and you should learn to think for yourself.

દુનિયામાં બહુ બધા પુસ્તકો છે. There is so much to read and so little time. So read the best books first because you don’t have time to read crap. 😉 હવે આપણા માટે બેસ્ટ અને ક્રેપ શું એ આપણે પોતે જ નક્કી કરવું પડશે. 😀 No book will help you. જિંદગીની જેમ જ એકાદ બે ખરાબ અનુભવો થાય, કોઈ પૈસા પડાવી જાય, પછી આપણે શિખીએ, દોસ્તોને જાણીએ, દુશ્મનોને પાડીએ- એમ જ પુસ્તકોમાં પણ થવા દેવું. જો સમય હોય તો. 😀

#WorldBookDay #Books #Reading

~ Sanket .

Advertisements